SHRI ASHISH BHATIA
CHAIRMAN HIGHER TECHNICAL COMMITTEE
SHRI MANOJ AGARWAL
CHAIRMAN OF RECRUITMENT BOARD PSI-ASI

Gujarat Police Recruitment 2014-15
ગુજરાત પોલીસ દળ વર્ગ-૩માં સીધી ભરતી માટે તા.૨૦/૧૧/૨૦૧૪ નારોજ દૈનિક પત્રોમાં જાહેરાત સંબંધે આપેલ માહિતી અને સુચનાઓ
નામદાર હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ બાદની પી.એસ.આઇ/એ.એસ.આઇ ભરતી સંબંધેની આખર પસંદગી યાદી (પરિણામ) તથા જરૂરી સુચનાઓ
(૧) નામદાર હાઇકોર્ટના SCA નં. ૧૬૫૯૬/૨૦૧૫, ૧૫૪૦૭/૨૦૧૫, ૧૬૩૫૧/૨૦૧૫ ના ચુકાદાઓ મુજબ આખર પસંદગી યાદીમાં મેરીટ આધારીત સ્થાન ધરાવતા હોઇ પરંતુ બીજા તબક્કાની ઉંચાઇ માપણી (ઇન્ટરવ્યુ સમયે) નિયમોનુસારની ઉંચાઇ ના હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવેલ હોઇ તેવા તમામ (42) ઉમેદવારોની ઉંચાઇ પુન:તપાસણી સારૂ હુકમ કરવામાં આવેલા, જે અંતર્ગત ઉમેદવારોની ઉંચાઇની પુન: તપાસણી હાથ ધરવામાં આવેલી. ઉંચાઇની આ પુન:તપાસણીમાં જે ઉમેદવારો ભરતીના નીયમોનુસારની ઉંચાઇ ધરાવતા હોઇ તેમજ પસંદગી યાદી મુજબનું મેરીટ ધરાવતા હોઇ તેઓને નામદાર હાઇકોર્ટના ચુકાદાને આધીન લાગુ પડતા સંવર્ગની પસંદગી યાદીમાં સ્થાન આપવામાં આવેલ છે. આ રીતે અગાઉ મુકવામાં આવેલ આખર પસંદગી યાદીમાં આવશ્યક અંશત: ફેરફાર થયેલ, છે જે નીચે મુજબ જાણી શકાશે.
(2) અગાઉ મુકવામાં આવેલ આખર પરિણામમાં નામદાર હાઇકોર્ટના SCA નં. ૧૨૪૫૧/૨૦૧૫ અન્વયે પી.એસ.આઇ (પુરૂષ) અને એ.એસ.આઇ (પુરૂષ) બંન્ને સંવર્ગમાં એક-એક જગ્યા ખાલી રાખવામાં આવેલ હતી. નામદાર હાઇકોર્ટના ઉપરોક્ત પીટીશન તેમેજ LPA નં.૧૨૭૧/૨૦૧૫ ના ચુકાદા મુજબ સદરહુ ઉમેદવાર અરુણકુમાર બાલક્રિશ્ના મીશ્રા નાઓનો પી.એસ.આઇ. સંવર્ગમાં સમાવેશ કરવામાં આવે છે.
(3) પસંદગી યાદી જોવા નીચે ક્લીક કરો....
A. એ.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પંસદગી યાદી (પરિણામ) જોવાઅહી કલીક કરો.
B. એ.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પ્રતીક્ષા યાદી જોવા અહી કલીક કરો.
C. એ.એસ.આઇ. (પુરૂષ ઉમેદવાર) ની આખર પંસદગી યાદી (પરિણામ) જોવા અહી કલીક કરો.
D. એ.એસ.આઇ. (પુરૂષ ઉમેદવાર) ની આખર પ્રતીક્ષા યાદી જોવાઅહી કલીક કરો.
E. પી.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પંસદગી યાદી (પરિણામ) જોવા અહી કલીક કરો.
F. પી.એસ.આઇ. (મહિલા ઉમેદવાર) ની આખર પ્રતીક્ષા યાદી જોવા અહી કલીક કરો.
G. પી.એસ.આઇ.(પુરૂષ ઉમેદવાર) ની આખર પંસદગી યાદી (પરિણામ) જોવાઅહી કલીક કરો.
H. પી.એસ.આઇ.(પુરૂષ ઉમેદવાર) ની આખર પ્રતીક્ષા યાદી જોવા અહી કલીક કરો.
(મનોજ અગ્રવાલ)
અધ્‍યક્ષ, પો.સ.ઇ./એ.એસ.આઇ. ભરતી બોર્ડ અને
પોલીસ મહાનિરીક્ષક (કા અને વ્ય.)
ગાંઘીનગર, ગુજરાત રાજય.
પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક) ભરતીમાં આખરી પરીણામ અંગે જરૂરી સુચનાઓ
તારીખ:૨૭-૭-૨૦૧૫
(૧) લોકરક્ષક (કોન્સ્ટેબલ) ની ભરતી અન્વયે તા. ૧૪/૭/૨૦૧૫ ના રોજ જાહેર કરેલ કામચલાઉ પસંદગી યાદી પછી તા. ૧૫/૭/૨૦૧૫ થી ૨૨/૭/૨૦૧૫ ની વચ્ચે રૂબરૂ મળેલ રજુઆતો તેમજ આંતરીક ચકાસણી બાદ આખરી પરિણામ તા. ૨૭/૭/૨૦૧૫ ના રોજ જાહેર કરવામાં આવે છે. જે આખરી પસંદગી યાદી નીચે મુજબ છે.
પુરૂષ લોકરક્ષક માટે
(A) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ULRD) ની આખરી પસંદગી યાદી માટેઅહીંયા ક્લીક કરો.
(B) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ALRD) ની આખરી પસંદગી યાદી માટે અહીંયા ક્લીક કરો.
(C) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ULRD) ના વેઇટીંગ લીસ્ટ માટે અહીંયા ક્લીક કરો.
(D) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ALRD) ના વેઇટીંગ લીસ્ટ માટે અહીંયા ક્લીક કરો.
મહિલા લોકરક્ષક માટે
(E) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ULRD) ની આખરી પસંદગી યાદી માટે અહીંયા ક્લીક કરો.
(F) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ALRD) ની આખરી પસંદગી યાદી માટે અહીંયા ક્લીક કરો.
(G) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ULRD) ના વેઇટીંગ લીસ્ટ માટે અહીંયા ક્લીક કરો.
(H) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ALRD) ના વેઇટીંગ લીસ્ટ માટે અહીંયા ક્લીક કરો.
(૨) (a) જે ઉમેદવારના માર્ક્સ સરખા છે તેમજ એ પૈકી જેણે રમત ગમતનાં વધારાના ગુણ મેળવેલ છે તેને સરકારશ્રી ના પરિપત્રોને ધ્યાને લઇ રમતવીર ને મેરીટમાં અગ્રતા આપવામાં આવેલ છે.
     (b) આ સિવાય જે ઉમેદવારોના માર્કસ સરખા છે તેમને ઉંમરના આધારે વધુ ઉંમરવાળા ઉમેદવારને અગ્રતા આપવામાં આવેલ છે. જેમની જન્મ તારીખ પણ સરખી હોય તેમને ઉંચાઇને આધારે વધુ ઉંચાઇવાળા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવેલ છે.
(૩) દરેક ઉમેદવાર માટે પ્રથમ પસંદગી ક્રમ બિન હથિયારી (UNARMED) રાખવામાં આવેલ છે અને બીજો પસંદગી ક્રમ હથિયારી (ARMED) રાખવામાં આવેલ છે.
(૪) ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવેલ તમામ પુરૂષ અને મહિલા ઉમેદવારોના (તમામ પાસ/નાપાસ) રોલ નંબર મુજબ આખરી પરીણામ માટે અહિંયા ક્લીક કરો.
(૫) જે-તે જીલ્લામાં હાજર થતી વખતે પોલીસ વેરીફીકેશન, મેડીકલ ચકાસણી, ઉંચાઇ તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે જેની તમામે નોંધ લેવી
(૬) કામચલાઉ પસંદગી યાદી પછી તા. ૧૫/૭/૨૦૧૫ થી ૨૨/૭/૨૦૧૫ ની વચ્ચે થયેલ રજુઆતો તેમજ આંતરીક ચકાસણી બાદ થયેલ ફેરફારની વિગતો માટે અહિંયા ક્લીક કરો.
(જી.એસ.મલિક)
અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને
સચિવ, ગૃહ વિભાગ,
ગાંધીનગર

ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગેની સુચનાઓ
જાહેરાત : ૭/૭/૨૦૧૫
પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ
પોલીસ લોકરક્ષક ભરતી અન્‍વયે તા.૩/૫/૨૦૧૫નારોજ યોજાયેલ લેખિત પરીક્ષા બાદ ડોકયુમેન્‍ટ વેરીફીકેશન માટે કુલ ભરતી થનાર જગ્‍યા કરતાં ૫૦ ટકાથી પણ વધારાના પુરૂષ અને મહિલા ઉમેદવારોને બોલાવવામાં આવેલ. મહિલા અને પુરૂષ ઉમેદવારોના ડોકયુમેન્‍ટ ચકાસણી વખતે અમુક ઉમેદવારોએ રજુ કરેલ રમતગમત ના પ્રમાણપત્રો સરકારશ્રીની માન્‍યતા મુજબ-ધારાધોરણ મુજબ નહિ હોવાથી તેમને રમત ગમતના કોઇ વધારાના માર્કસ આપવામાં આવેલ ન હતા, તેમજ અમુક ઉમેદવારો ડોકયુમેન્‍ટ ચકાસણીમાં ગેરહાજર રહેલ હતા, જેને લીધે અંતિમ મેરીટ લીસ્‍ટ બનાવવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોના ફકત ડોકયુમેન્‍ટ વેરીફીકેશન માટેના કટઓફ માર્કસમાં ફેરફાર કરવાની આવશ્‍યકતા પડેલ છે. ડોકયુમેન્‍ટ વેરીફીકેશનના હેતુ માટે દરેક કેટેગરી મુજબ કટઓફ માર્કસ નીચેના પત્રકમાં જણાવ્‍યા મુજબ નકકી કરવામાં આવેલ છે.
જનરલએસઇબીસીએસસીએસટી
મહિલા૬૫૬૧૬૪૬૩
પુરૂષ૮૭૮૬૮૬૭૯
Ex-Servicemen૬૭૬૬૬૬૫૯
ઉપરના પુરુષ અને મહિલાના ફકત જનરલ કેટેગરીમાં કટઓફ માર્કસમાં ફેરફાર કરવામાં આવતાં આ વધારાના પૂરૂષ અને મહિલા ઉમેદવાર માટે ડોકયુમેન્‍ટ ચકાસણી તા.૧૦/૭/૨૦૧૫ અને તા.૧૧/૭/૨૦૧૫નારોજ પોલીસ એકેડેમી, કરાઇ (ગાંધીનગર) ખાતે રાખવામાં આવેલ છે. હવે ફેરફાર પછી વધારાના લાયક થતા ઉમેદવારોના કોલલેટર તા.૭/૭/૨૦૧૫થી વેબસાઇટ www.ojas.guj.nic.in પરથી ડાઉનલોડ કરી લેવાના રહેશે.
ર/ અગાઉ જેની દસ્‍તાવેજ ચકાસણી થઇ ગયેલ હોય તેવા ઉમેદવારોએ આવવાનુ રહેશે નહિ.
૩/ લોકરક્ષક ભરતીની પસંદગી માટેની કામચલાઉ પસંદગીયાદી તા.૧૪/૭/૨૦૧૫નારોજ વેબસાઇટ www.ojas.guj.nic.in તથા www.gprb2015.org ઉપર જાહેર કરવામાં આવશે.
(જી.એસ.મલિક)
અધ્‍યક્ષ,લોકરક્ષક ભરતી બોર્ડ અને
સચિવ,ગૃહ વિભાગ,ગાંધીનગર.
ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક ભરતી અંગેની સૂચનાઓઃ-                તારીખ : ૧૫/૬/૨૦૧૫
(૧)લોકરક્ષક પરીક્ષામાં પૂછવામાં આવેલ પ્રશ્નના અનુસંધાને ઉમેદવારો તરફથી થયેલ રજૂઆતો સંદર્ભે ‘‘નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે?’’ તે પ્રશ્નના જવાબ અંગે ભરતી બોર્ડ તરફથી ગુજરાત પાઠયપુસ્તક મંડળની ધોરણ-૧૦ના સાયન્સ અને ટેકનોલોજીની પાઠયપુસ્તકને ધ્યાને લઇ બે જવાબને બોર્ડે સાચા માનેલ છે જે નીચે મુજબ છેઃ-
                              "લાલ, વાદળી, પીળો તથા લાલ, લીલો, વાદળી"
(૨) લોકરક્ષક્ની તા. ૩/૫/૨૦૧૫ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની Final Answer Key માટે અહિં ક્લીક કરો.
(૩)પુરૂષ ઉમેદવારોનું લેખિત પરીક્ષાનું OMR રીચેકીંગ તેમજ ઉપર મુજબ ફેરફાર પછીના પરીણામ માટે માટે અહિં કલીક કરો
(૪)મહિલા ઉમેદવારોનું લેખિત પરીક્ષાનું ઉપર મુજબ ફેરફાર પછીના પરીણામ માટે અહિં કલીક કરો
(૫)જે મહિલા ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં (એ) જનરલ કેટેગરીમાં ૬૦ ગુણ (બી) એસ.સી.કેટેગરીમાં પ૬ ગુણ (સી) એસ.ટી.કેટેગરીમાં પપ ગુણ (ડી) એસ.ઇ.બી.સી. કેટેગરીમાં પ૩ ગુણ અથવા તેથી વધારે મેળવેલ હોય અને જેઓ પાસે નીચે મુજબના એક અથવા તેથી વધારે સર્ટીફીકેટો હોયઃ- (એ)એન.સી.સી. ‘સી’ સર્ટીફીકેટ (બી)રક્ષા શકિત યુનિવર્સિટી ના ડીગ્રી/ડિપ્લોમા સર્ટીફીકેટ (સી)વિધવા ઉમેદવારના પતિના મરણનો દાખલો (ડી)રમતગમતના સર્ટીફીકેટસ (સરકારના સા.વ.વિભાગના વખતો વખતના નિયમો મુજબની રમત રમેલ હોય તેવા કિસ્સામાં મેળવેલ ગુણના પાંચ ટકા વધારે ગુણ મળવાપાત્ર છે) પરંતુ શરતચૂકથી આ વધારાની લાયકાતો અંગેની વિગત અરજીપત્રકમાં ભરવાની રહી ગયેલ હોય ફકત તેવા જ ઉમેદવારોઓએ તેની માહિતી પાઠવવા નિયત કરેલ નમુના માટે અહિં ક્લીક કરો નમુના મુજબના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલ તા. ર૪/ ૬/ ર૦૧પ સુધીમાં પોલીસ ભરતી બોર્ડના કંટ્રોલરૂમ, પોલીસ હેડકવાર્ટર, શાહીબાગ, અમદાવાદ, ૩૮૦૦૦૪ ને અચૂક મોકલી આપવાની રહેશે, ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. આ અંગે જે મહિલા ઉમેદવારોની ડોકયુમેન્ટસ ચકાસણી પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે થઇ ગયેલ હોય તેઓએ ડોકયુમેન્ટસ મોકલવાના રહેતા નથી.
(૬)કુલ ભરવાની થતી જગ્યાઓના પ૦ ટકા વધુ મહિલા ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇ વધારાની મહિલા ઉમેદવારોના Call Letter તા.ર૬/૦૬/ર૦૧પના રોજ http://ojas.guj.nic.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે અને આ અંગે ડોકયુમેન્ટની ચકાસણી તા.ર૮/૬/ર૦૧પ ના રોજ ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે કરવામાં આવશે
(૭)લોકરક્ષક ભરતીનું આખરી પરીણામ તા. ૧૦/૭/૨૦૧૫ નારોજ http://gprb2015.org તથા http://ojas.guj. nic.in ઉપર જાહેર કરવામાં આવશે
(૮) આ અંગેની વધારાની વિગતો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના કંટ્રોલરૂમ, પોલીસ હેડકવાર્ટર, શાહીબાગ, અમદાવાદ ના ફોન નંબરઃ ૦૭૯-રપ૬ર૬૪૧પ અથવા ટોલ ફ્રી નંબરઃ ૧૮૦૦ ર૩૩ પપ૦૦ ઉપર સવારના ૧૦ કલાક થી સાંજના ૬ કલાક સુધી સંપર્ક કરી શકાશે
નોંધ :
અગાઉની Answer Key માં પ્રશ્ન-૧ (પ્રથમીક રંગો અંગે) ના જવાબ “A” મુકેલ હતા જે હવે “A” અને “D” બંને જ્વાબને બોર્ડે સાચા ગણેલ છે. ( અગાઉ ચકાસણી “D” મુજબ થયેલ હતી )
ર.અગાઉ Answer key માં પ્રશ્ન નં. ૪પ માં (હકિકત એટલે શું?) ના જવાબ ‘C’ મુકેલ હતા. જે ખરેખર ‘D’ Booklet code 01 માટે હતા. પણ જવાબ સાચા મુકેલ હતા. જેથી Booklet code 01 માટે ‘D’ સાચા જવાબ છે. જે મુજબ ફેરફાર થયેલ છે.
૩.કુલ ભરતી થનાર પુરુષ લોકરક્ષકના પ૦ ટકા વધારે લઇને હાલમાં જનરલ કેટેગરીના ૮૯, એસ.સી.ના ૮૬, એસ.ઇ.બી.સી.ના ૮૬ તેમજ એસ.ટી.ના ૭૯ને કુલ મેળવેલ ગુણ Cut Off તરીકે ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામાં આવેલ છે.

SHRI GS MALIK
CHAIRMAN OF RECRUITMENT BOARD LRD